રાજકોટ
જામનગરમાં કામદાર કોલોની પાસે શુભલક્ષ્મી ફ્લેટમાં રહેતો ચિરાગ કિરવા નાકર નામનો યુવક તેના ફ્લેટની અગાસી પર જઇને સિગારેટ પી રહ્યો હતો. ત્યારે અચાનક સિગારેટમાંથી તણખું પડતા ત્યાં પડેલી પેટ્રોલ ભરેલી બોટલ પર પડતા ભડકો થયો હતો. જાેતજાેતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા યુવાન તેની ઝપેટમાં આવી ગયો હતો. આથી યુવાન શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. આથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચિરાગ ધોરણ ૧૨માં નાપાસ થયો હતો. ફરીવાર પરીક્ષાની તૈયારી કરતો હોવાનું જાણવા મળ્યું છે.જામનગરમાં કામદાર કોલોની પાસે શુભલક્ષ્મી ફ્લેટમાં રહેતો યુવાન માતા-પિતાથી છૂપાયને પોતાના ફ્લેટની અગાસી પર જઇને સિગારેટ પીતો હતો. ત્યારે સિગારેટનું તણખલું બાજુમાં રહેલી પેટ્રોલ ભરેલી બોટલ પર પડતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઝપેટમાં યુવાન આવી જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. આથી તેને સારવાર માટે પ્રથમ જામનગર સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
