Gujarat

જામનગરમાં હેર સલૂનની દૂકાનમાં યુવકે ગળેફાંસો ખાધો

જામનગર,
જામનગર શહેરમાં ઇન્દિરા સોસાયટી નજીક મધુવન સોસાયટીમાં રહેતા હરીશ ભગવાનજીભાઈ માવદીયા નામના ૪૦ વર્ષના યુવાને ભીમ વાસના ઢાળિયા પાસે આવેલી વાણંદકામની દુકાનમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આસપાસના વિસ્તારના લોકોને જાણ થતાં ટોળું એકત્ર થયું હતું, અને પોલીસને બોલાવાઈ હતી. સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતક યુવાનના આપઘાત મામલે તપાસ શરૂ થઇ છે.જામનગરના નવાગામ ઘેડના ઢાળિયા પાસે આવેલી એક વાણંદ કામની દુકાનમાં એક યુવાને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતાં આસપાસના લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. પોલીસે મૃતદેહનો કબજાે સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Young-man-commits-suicide-by-strangulation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *