Gujarat

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ દ્વારા સમુદાય માં ટીબી રોગ વિશે લોકોમાં જાગરુકતા લાવવાનાં ઉદ્દેશ્ય સાથે બ્રહ્માણી ભવાઈ મંડળ મહીસાગરના ભવાઈ કલાકારો દ્વારા ખુબ સરસ ભવાઈ નાં મનોરંજન ના માધ્યમથી ટીબી રોગ ના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ નાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ડ ડો.નંદલાલ રજક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગભીત નાં મેડિકલ ઓફિસર ડો મનહર રાઠવા, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા તથા ઝોઝ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ચેતન વરીયા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો  ઉપસ્થિત રહી ભવાઈ કાર્યક્રમ ના મનોરંજન સાથે ટીબી રોગ વિશે જાણકારી મેળવી હતી.
      કાર્યક્રમ સફળ બનાવવા માટે ગામ ના સરપંચ શ્રી તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના અશ્વિનભાઈ રાઠવા તથા મનહરભાઈ વણકર તથા પ્રાથમિક કેન્દ્ર ડુંગરભીત નાં સુપરવાઈઝર પુનમભાઇ રાઠવા તથા સ્થાનીક આરોગ્ય દિપકભાઈ જાધવ દ્વારા ખુબ સરસ આયોજન કરાયું હતું.

IMG-20220210-WA0113.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *