Gujarat

જિલ્લાના તમામ મહિલાઓને “મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપન્ડ) આપવાની યોજના” અંતર્ગત તાલિમ આપવામાં આવશે

મહિલા લાભાર્થીઓ આઈ‌-ખેડુત પોર્ટલ પર તા.૩૦/૦૪/૨૦૨૨ સુધિમાં ઓનલાઈન અરજી કરી શકશે

 

જામનગર તા.૦૮ એપ્રિલ, જામનગર જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ તમામ મહિલાઓ માટે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં સરકારશ્રી દ્વારા તમામ મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપન્ડ) આપવાની યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજનામાં મહિલાઓને વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી પરિરક્ષ્રીત બનાવટો જેમ કે જામ, જેલી, શોશ, કેચઅપ, મુરબ્બા, અથાણાઓ, શરબતો, સ્ક્વોશ, કોર્ડિયલ, સિરપ, સુકવણી, ચોકલેટ, માર્માલેડ, નેકટર, મુરબ્બા વગેરે જેવી વાનગીઓ બનાવવાની પ્રેકિટકલ તાલિમ આપવામાં આવશે.

 

આ તાલિમનો સમયગાળો ૨ દિવસ માટે (૧૪ કલાક) અને ૫ દિવસ માટે (૩૫ કલાક)નો રહેશે અને પ્રતિ દિન રૂ.૨૫૦/- લેખે વૃતિકા (સ્ટાઇપન્ડ) આપવામાં આવશે. આ તાલિમ કાર્યક્રમમાં ભાગ લેનાર મહિલાઓને બાગાયત વિભાગનુ તાલીમી સર્ટીફીકેટ પણ એનાયત કરવામા આવશે. લાભ લેવા માગતા મહિલા લાભાર્થીઓએ આઈ‌-ખેડુત પોર્ટલ પર તા.૩૦/૦૪/૨૦૨૨ સુધિમાં ઓનલાઈન અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુકની નકલ રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન- ૦૨૮૮-૨૫૭૧૫૬૫) ના સરનામે તાત્કાલીક મોકલી આપવાની રહેશે તેમ નાયબ બગાયત નિયામક જામનગરની યાદી દ્વારા જાણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *