Gujarat

જીટીયુની પરીક્ષા ઓનલાઈન લેવાની વિદ્યાર્થીઓની માંગ

અમદાવાદ
૨૦ જાન્યુઆરીથી જીટીયુની સેમેસ્ટર -૩ની ઓફલાઇન પરીક્ષા શરૂ થવાની છે. અત્યારે પ્રતિદિન ૬૦૦૦ કરતા વધુ કેસ આવી રહ્યા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ છે અને કેટલાક વિદ્યાર્થીઓ કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવે છે. ત્યારે ઓફલાઇન પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તેવી શક્યતા રહેલી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન યોજવા માંગણી કરી રહ્યા છે. કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, અત્યારે પણ અમે પરીક્ષા લઈ રહ્યા છીએ અને ૨૦ જાન્યુઆરીથી પણ ઓફલાઇન પરીક્ષા જ યોજવાના છે. સરકાર તરફથી ઓનલાઇન પરીક્ષા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, સરકાર ઓનલાઇન પરીક્ષા માટે જાણ કરશે તો અમે ઓનલાઇન પરીક્ષા યોજીશું. ગત વર્ષે કેસ વધ્યા ત્યારે ચાલુ પરીક્ષા બંધ કરી હતી. તો આ વર્ષે પણ તેનું પુનરાવર્તન થશે. ય્‌ેં સરકાર પર ર્નિણય કરવાનું ઢોળે છે અને સરકાર ય્‌ેં પર ર્નિણય કરવાનું ઢોળે છે. જાે ય્‌ેં સરકાર પર જ આધારિત હોય તો કુલપતિની જરૂર જ શું છે? આ અંગે દ્ગજીેંૈંના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા ઓનલાઇન લેવી જાેઈએ, છતાં ય્‌ેં ઓફલાઇન પરીક્ષા લે અને તે દરમિયાન વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તેની જવાબદારી ય્‌ેંના કુલપતિની જ રહેશે. દ્ગજીેંૈં આ મામલે ય્‌ેંનો ઘેરાવો કરીને ઉગ્ર વિરોધ કરશે.કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં ૧ થી ૯ ધોરણની સ્કૂલો ઓનલાઇન કરવામાં આવી છે અને અન્ય સ્કૂલ તથા કોલેજાેને પણ ઓનલાઇન કે ઓફલાઇન ચાલુ રાખવા જેવી ર્નિણય લેવા જણાવ્યું છે. ત્યારે ય્‌ેંની ૨૦ જાન્યુઆરીથી શરૂ થનાર પરીક્ષા ઓફલાઇન જ લેવાશે, જેની સામે વિદ્યાર્થીઓનો વિરોધ છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, સરકાર ય્‌ેં પર છોડે છે અને ય્‌ેં સરકાર પર,બંને વચ્ચે વિદ્યાર્થીઓ પીસાય છે.

GTU-Students-Online-Exam.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *