Gujarat

જીવદયા એજ પ્રભુ સેવા, જીવમાત્ર ની સેવા  પ્રથમ સ્થાપના દિવસ ની ઉજવણી સેવા એજ માનવ ધર્મ સેવા સમાજ સેવાનાં કાર્યક્રમ થી સેવાભાવી શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ

 અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી સેવા યજ્ઞ થી કરવામાં આવી શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લાં ધણાં સમય થી જીવમાત્ર ની સેવા કરી રહ્યું છે
 ગિરગઢડા
 ભરત ગંગદે
શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ ની પ્રથમ સ્થાપના દિવસ ની વર્ષગાંઠ ની ઉજવણી અનોખી રીતે સેવાભાવ ના સેવાયજ્ઞ ના ભાવ સાથે  ઉજવણી કરવામાં આવી હતી
સવારે આઠ વાગ્યે શ્રી સ્વ.આશિત પાન્ડેજી ની નતમસ્તક  પુજા અર્ચના, ફુલહાર અર્પણ કરીને પ.પુ.શ્રી આશિત પાન્ડે જી મોટા ભાઈ ના આશીર્વાદ લઇને  ગરીબ જરૂરિયાત બાળકો ને ગરમાં ગરમ સવારે ફુડ બટેકા પવા નું વિતરણ કરવામાં આવ્યું હતું,ગરમ શાલ ઓઢાડી ગરીબ જરૂરિયાત મંદ ગરીબ વડિલ વ્યક્તિઓને શોલ આપવામાં આવી હતી,શેરી શ્વાન બિસ્કીટ અને ગૌધન ગૌમાતા ને લીલો ધારચારો ખવડાવવા માં આવ્યુ હતુ.
આ સાથે રાજકોટ શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંગઠન મંત્રી વિરેન્દ્ર ભાઈ રાવલ શાપર વેરાવળ ખાતે ઝુંપડ પટ્ટી વિસ્તારમાં પૌષ્ટિક આહાર પફ સેન્ડવીચ નું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે સાંજે સંગઠન મંત્રી વિરેન્દ્ર ભાઈ રાવલ દ્વારા બાળકો ને બટુક ભોજન કરાવ્યું હતું શાપર વેરાવળ આ સેવા યજ્ઞ માં લાલજીભાઈ બવ, નિખિલભાઈ તેમજ સહુ મિત્રો કાર્યકર્તાઓ, સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા .
અમદાવાદ શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ અતિથી વિશેષ ઉપસ્થિત મહેમાનો શ્રી પરમ પૂજ્ય પાન્ડેજી પરિવારના મોભી શ્રી નાનાજી પાન્ડેજી પરિવાર, આશુતોષ આશિતભાઈ પાન્ડે, અસ્તાબેન આશિતભાઈ પાન્ડે, દ્વારા સાંજે કેક કાપી ને સહુ ભાઈ ઓ બહેનો ઉપસ્થિત મહેમાનો,વાસુદેવભાઈ એસ શર્મા,સુરજભાઇ ની શર્મા,લાખનસિહ પરિહાર, જીતુભાઈ પરિહાર મહાનુભાવોનું મોઠુ મીઠું કરાવ્યું હતું કેક કાપી ને વડિલોના આશિષ વચન લઇ સાંસ્કૃતિક કાર્યક્રમ સંગીત સંધ્યા તરફ આગળ શરૂ કરવામાં આવ્યું હતું.
સાધ્ય સંગીત કાર્યક્રમ ત્યારે બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ૫ વર્ષ થી ૧૫ વર્ષનાં દિકરા અને દિકરીઓ એ રાસ ગરબા ,અને ગીત સંગીત પર અભિનય ડાન્સ કર્યો હતો એકતા માં અનેકતા સુત્ર સાર્થકતા રાજસ્થાની સંગીત પર રાજસ્થાની સ્ટાઈલ થી પરફોર્મન્સ કર્યું હતું તેમજ ભોજપુરી સંગીત પર ભોજપુરી ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું નાની ઉંમરની સાત વર્ષ ની દિકરી ઓના પરફોર્મન્સ પર સહુ નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ સંગીત સંધ્યા કાર્યક્રમ અંતર્ગત બાળકો તેમજ બાળા ઓમા ભારે ઉત્સુકતાપૂર્વક અનેરો ઉત્સાહ થી ભાગ લીધો હતો સહુ લોકો ને મંત્ર મુગ્ધ બન્યા હતા.
સંગીત સંધ્યા કાર્યક્રમ માં ભાગ લેનાર બાળકો અને બાળાને શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં . સહુ કાર્યક્રમ માં ઉપસ્થિત બધાં માટે ગરમા ગરમ સમોસા નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું સાથે મળીને સમોસા રસ પાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર નાં દિપક ભાઈ શર્મા(રાષ્ટ્રીય અધ્યક્ષ/સંસ્થાપક) સીમા બેન શર્મા(રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ) જયેશ માંડવિયા(રાષ્ટ્રીય પ્રવક્તા/મીડિયા પ્રભારી) અવધેશ ભાઈ પટેલ(અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી) સંજયભાઈ ચોહાણ(સરસપુર અધ્યક્ષ) ઉમેશ ભાઈ કર્લી (સદસ્ય) રમેશ ભાઈ(સદસ્ય) સંજય ભાઈ(સદસ્ય) સંજય પરિહાર,અતિથિ વિશેષ: વાસુદેવ એસ શર્મા,સૂરજ વી શર્મા સાથે સંજય પરિહાર, લાખન શિહ પરિહાર,જીતુ ભાઈ પરિહાર, ધર્મેશ ભાઈ,અજય ભાઈ,સંજય ભાઈ,ગિરીશ ભાઈ,રમેશ ભાઈ,ઉમેશ ભાઈ,સોમનાથ ભાઈ,રમેશ ભાઈ મહાવર, રાજકોટ નાં કાર્યક્રમ માં સંગઠન મંત્રી વિરેન્દ્ર ભાઈ રાવલ તેમજ શ્રી વાસુદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર નાં દરેક સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યકમ સફળ બનાવ્યો હતો  એમ સંસ્થાપક દિપકભાઈ શર્મા એ યાદિ માં જણાવ્યું હતું.

IMG-20220907-WA0547.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *