Gujarat

જૂનાગઢ આગામી તા.૨૧ જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે

સાગર નિર્મળ
જૂનાગઢ
યોગા ફોર હ્યુમીનિટી થીમ સાથે સમગ્ર જિલ્લામાં આ વર્ષે યોગ દિવસની ઉજવણી માટે કલેકટરના અધ્યક્ષ સ્થાને આયોજન માટે બેઠક યોજાઇ
જૂનાગઢ જિલ્લામાં આગામી  તા.૨૧ જૂનના રોજ યોગા ફોર હ્યુમીનીટી થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. તા. ૨૧મી જૂનના રોજ યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાશે. બેઠકમાં કલેકટર એ જણાવ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ જિલ્લા, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે. વધુમાં આ વખતે જૂનાગઢ શહેરના આઇકોનિક સ્થળો જેવાકે ઉપરકોટ, જૂનાગઢ જેલ, ગિરનાર પર્વત પર પણ યોગા યોજાશે, યોગ દિવસની ઉજવણીમાં અધિકારીઓ, પદાધિકારીઓ, સંતો, એનજીઓ, પ્રાઇવેટ સંસ્થાઓ, શાળા-કોલેજો, યુનિવર્સિટી પણ સહભાગી થવા અનુરોધ કર્યો હતો
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી, ડીઆરડીએ નિયામક, આસિસ્ટન્ટ કલેકટર, જૂનાગઢ જિલ્લા અધિક કલેકટર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શહેર ભાજપ પ્રમુખ, ડે.મેયર, અંબાજી મંદિરના મહંત તનસુખગીરી, વિશ્વંભર ભારતી આશ્રમ ના મહાદેવ ભારતી બાપુ  સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220615-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *