Gujarat

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ઈનપુટ ડીલર્સનાં કોર્ષનો સમાપન સમારોહ યોજાયો 

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઈનપુટ ડીલર્સના કોર્ષનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર વિસ્તારનાં સાતમી બેચનાં ૧૪૧ એગ્રો ઈનપુટ ડીલરનો સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડ મેનેજમેન્ટ અભ્યાસક્રમ પૂર્ણ થતા તેમની વિદાય અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તેમજ કેમ્પસ તથા અન્ય કેન્દ્રો પર જેમણે આ કોર્ષ પૂર્ણ કર્યો છે. તે કેન્દ્રના વડાઓ તેમજ ફેસેલીટેટરને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સંબોધતા કાર્યક્રમના ઉદધાટક અને. કુલપતિ શ્રી ડો.વી.પી.ચોવટીયાએ જણાવ્યું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, દ્વારા આ કોર્ષ ભારતમાં ચાલુ કરવા તેમજ પૂર્ણ કરવામાં પ્રથમ રહ્યા છે. ભારત પાસે વિશ્વની કુલ જમીનના ૨.૪% જમીન છે. જ્યારે વિશ્વની વ્યક્તિના ૧૮ ટકા વસ્તી ભારતમાં વસે છે. છતા આપણે અનાજની નિકાસ કરીએ છીએ, હવે ગ્લોબેનાઈઝેશન પરીસ્થિતિમાં ખેડૂતોના પાકના ઉત્પાદન ઉપર માઠી અસર થવા સંભવ છે.

વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉ.એચ.એમ.ગાજીપરા  જણાવ્યું કે, આ કોર્ષમાં પાયામાં મુખ્ય કીટક, રોગ, જમીન રસાયણ, જુદા-જુદા કાયદાઓ, ખેડૂતલક્ષી યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત ખેતીને આધુનિક બનાવવા માટે ખેડૂતોને મુજવતા પ્રશ્નોનું નિરાકરણ પણ થવું જોઈએ અને નવીનત્તમ ટેકનોલોજીથી વાકેફ કરવામાં આવ્યા હતા. તાલીમાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવામાં મહત્વનો પુરવાર થશે.

આ પ્રસંગે કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયાએ ઈનપુટ ડીલર કોર્ષ સાથે સંકળાયેલ અધિકારી / કર્મચારીઓનું સાલ સર્ટીફીકેટ, મોમેન્ટો તથા સાલ ઓઢાળી સન્માન કર્યું હતું. તેમજ ડીલરો તરફથી બધા અધિકારીઓનું સાલ અને મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા.

આ પ્રસંગે ઓલ ઈન્ડીયા એગ્રો ડીલર એસોસીએશનના મંત્રીશ્રી અરવિદભાઈ ટીંબડીયા સહ વિસ્તરણ નિયામક ડો.એચ.સી.છોડવડીયા, ડો.જી.આર.ગોહિલ, ડો.બી.એન.કલસરીયા, ડો.વી.જે.સાવલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનુંસંચાલાન રાજેન્દ્ર ભટ્ટે  કર્યું હતું.

 આ પ્રસંગે જૂનાગઢ અને પોરબંદર એગ્રો ડીલર એસોસીએશનના પ્રમુખ શ્રી રસિકભાઈબાથાની, વિનુભાઈ બારસીયા, પ્રકાશભાઈ ચોથાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી નિકુંજ કાવર, શ્રી એસ.એમ.ભાભોર તથા ઓફીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *