Gujarat

પૂર્વ અને સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓએ વિવિધ સહાય માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે

ગુજરાતના તમામ પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને જણાવવાનું કે,  esm.gujarat.gov.inની વેબસાઇટ પર જઇ ‘New Register here’ પર ક્લિક કરી ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવાનું રહેશે. ઉપરોક્ત રજિસ્ટ્રેશન દરમિયાન તમામ જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યા પછી જ જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય અને સવલતો મળવાપાત્ર થશે. એમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, જામનગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *