આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા ૨૦ વર્ષ માં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ તા. ૫ મી જુલાઈથી જિલ્લામાં પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે ગઈકાલે સાંજે માંગરોળના ખોડાદા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આવી પહોચતા ગામની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ આ પ્રસંગે ખોડાદા અને આસપાસના ગ્રામજનોને સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓથી માહીતગાર કરાયાં હતાં. આ પ્રસંગે આરોગ્યતંત્ર દ્વારા આરોગ્ય તપાસણી તેમજ વૃક્ષારોપણ, લાભાર્થીઓને લાભોનું વિતરણ ઉપરાંત વિકાસ ગાથા રજૂ કરતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ માંગરોળ ના તાલુકા અગ્રણી શ્રી જેઠાભાઈ ચુડાસમા, કારોબારી અધ્યક્ષ શ્રી ગોવાભાઇ, મામલતદાર શ્રી પરમાર,તાલુકા વિકાસ અધિકારીશ્રી જોષી, વિસ્તરણ અધિકારી શ્રી વાઢેર, શ્રી મૂછાળ, સરપંચ, તલાટી મંત્રી, આંગણવાડીની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


