Gujarat

વરસાદી વાતાવરણના આનંદ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગુજરાતની ૨૦ વર્ષની ગૌરવવંતી વિકાસ ગાથા ફિલ્મના માધ્યમથી નિહાળી      

માંગરોળ તાલુકાના આરેણા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    વરસાદી વાતાવરણના આનંદ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનો વિકાસ રથને આવકારવા પહોંચ્યા હતા.આ પ્રસંગે ગ્રામજનોએ ગુજરાતના ૨૦વર્ષના વિકાસ અને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતીની ગાથા દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

         શીલ આરોગ્ય કેન્દ્ર દ્વારા નિરામય ગુજરાત અંતર્ગત ગ્રામજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

      માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મૂળીબેન, તાલુકા અગ્રણી શ્રી જેઠાભાઇ ચુડાસમા, કારોબારી અધ્યક્ષશ્રી તેમજ મામલતદાર શ્રી પરમાર, વિસ્તરણ અધિકારી શ્રી વાઢેર, નોડલ અધિકારી સહિતના અગ્રણીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *