સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ હોમગાર્ડ કમાન્ડેન્ટ યોગેશ ભાઈ ડોબરીયાની ખાસ ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમ
જુનાગઢના બિલખા ખાતે બીલખા હોમગાર્ડ યુનિટ દ્વારા બીલખા હોમગાર્ડ યુનિટ ના સભ્યશ્રી હરસુખભાઈ.આર.કાલાણી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, બીલખા ખાતે આવેલી મોચી જ્ઞાતિ ની વાડી ખાતે હોમગાર્ડ યુનિટ માં ફરજ બજાવતા હસમુખભાઈ.આર.કાલાણી વય મર્યાદાને કારણે નિવૃત થતા હસમુખભાઈ નો ફુલહાર તેમજ મોમેન્ટો આપી વિદાય માન આપવામાં આવ્યું હતું, આ વિદાય સમારોહ પ્રસંગે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ હોમગાર્ડ કમાન્ડેન્ટ શ્રી.યોગેશ ભાઈ ડોબરીયા, તથા જિલ્લા હોમગાર્ડઝ કચેરીનો સ્ટાફ તેમજ બિલખાના માજી કમાન્ડિંગ ઓફિસર મગનભાઈ.જે.લશ્કરી, તથા મથુર ભાઈ એન.સેજપાલ, તેમજ બીલખાના પી.એસ.આઇ જે.આર.વાજા સાહેબ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને હસમુખભાઈ.આર.કાલાણી ને વિદાય માં આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બીલખા હોમગાર્ડ ઓફિસર કમાન્ડન્ટ શ્રી અતુલભાઈ એન વ્યાસે કર્યું હતું. કાર્યક્રમ બાદ હોમગાર્ડસ મિત્રો અને અધિકારીઓએ સ્વરુચિ ભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો


