‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પોલીસ ખાતાના સહયોગથી તા.૧૩ ઓગષ્ટના ‘‘સ્પેશિયલ ત્રિરંગા માર્ચ” યોજાવાની છે. જેમાં જોડાવા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.
જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ના વિવિધ કાર્યક્રમો યોજાશે. “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની જનતા જોડાઇને પોતાના ઘરોમાં રાષ્ટ્રનો તિરંગો લહેરાવે તેવું આહવાન પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કર્યુ છે.
‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો ઘરો, દુકાનો, ઉદ્યોગ ગૃહો સામેલ થઇને રાષ્ટ્રધ્વજ લહેરાવે તેવો અનુરોધ પણ પોલીસ અધિક્ષકશ્રીએ કર્યો છે.
