Gujarat

જેતપુર ગ્રામ્ય પંથકમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ. લાંબા સમયના વિરામ બાદ ખેડૂતો   તેમજ લોકોમાં ખુશીની લહેર.

જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ આજે વરસાદ વરસી પાડયો હતો. ત્યારે  આજે સવારથી અસહ્ય બફારા બાદ ચાર વાગ્યા આસપાસ અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જેતપુર શહેરનાં રોડ રસ્તાઓ  પાણી પાણી થઇ ગયા હતા.
હવામાન વિભાગ વરસાદની આગાહી કરવામાં આવી છે એ વચ્ચે. આજ સવારથી જ વાદળ છાયા વાતાવરણ બાદ જેતપુર,પેઢલા, નવીસાકળી  સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બપોર 4 થી વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં ફકત એક જ કલાકમાં ધોધમાર વરસાદ પડતાં બે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેતપુરનાં આસપાસના ગામડાઓમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

IMG-20220804-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *