Gujarat

જેતપુર પંથકમાં પ્રદુષિત પાણીને નદીમાં ઠાલવતા ગેરકાયદે ચાલતા 15 ઘોલાઇ ઘાટને તોડી પડાયા

જમીન, પાણીને દૂષિત કરનારાઓ પર ધોંસ: કાર્યવાહી કરતું જીપીસીબી
જેતપુર પંથકમાં સાડી ધોવાના ગેરકાયદેસર ધમધમી રહેલા ઘાટને લઈ સમગ્ર વિસ્તારમાં કુવા, બોર, નદીઓમાં લાલ પાણી આવી ગયા છે. આ બાબતને ગંભીરતા ધ્યાને લઇ જીપીસીબી  દ્વારા તમામ ગેરકાયદેસર સાડી ધોવાના ઘાટ પર તૂટી પડવાના આપવામાં આવેલા આદેશ બાદ તમામ વિભાગના અધિકારીઓને સાથે રાખી 15 ઘાટ તોડી નાખવામાં આવ્યા છે.
જેતપુરના રબારીકા અને પ્રેમગઢ,જાંબુડીમાં આવત્તા અમુક ખેતરોમાં જેતપુર કારખાનાઓની સાડીઓ લાવી ગેરકાયદેસર ઘાટ બનાવી તેમાં તેને ધોવાની કામગીરી ઘણા સમયથી ચાલતી હતી. જેના કારણે આ પંથકમાં ગામડાઓમાં કુવા બોર અને નદીમાં લાલ પાણી આવવા લાગ્યું છે.ખેતીને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ગામડાના લોકોને ચામડી સહિતના અસંખ્ય રોગનો ભોગ બનવું પડયું છે.
આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હતી તેમાં બે દીવસ પહેલા વિસ્તારમાં કેટલાક પ્રદુષણ માફિયાઓ ગેરકાયદેસર સાડીઓના ધોલાઈ ઘાટ બનાવી તેનું પ્રદૂષિત પાણી છાપરવાડી નદીમાં છોડી દેતા હોવાથી પ્રેમગઢના ખેડૂતોની જમીન બંજર થઈ ગઈ હોય ખેડૂતોને વળતર આપી ધોલાઈ ઘાટ બંધ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ગ્રામ પંચાયતે જીપીસીબીને આપ્યું હતું.જેથી ગેરકાયદેસર ઘાટ ચલાવતા ઈસમો સામે ન્યાયિક કાર્યવાહી કરવાના અને ઘાટને તોડી પાડવાના આદેશ આપતા આજે જેતપુર પંથકમાં ઘાટ તોડવાની કામગીરીના સમાચાર થી ઘાટ ચલાવતાં શખ્સોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો
જેતપુર તેમજ આજુબાજુ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઘાટ તોડી પાડવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલે છે. છતાં ગેર કાયદેસર ઘોલાઇ ઘાટ ચાલતા જ રહે છે. જીપીસીપી અને મામલદારની ટીમ દ્વારા યોગ્ય પગલા ન લેવાતા ફરી ઘોલાઇ ઘાટો ગેરકાયદેસર ચાલે છે.
આજથી અઠવાડિયા પહેલા  પીજીવીસીએલ, જીપીસીપી તેમજ ઇરીગેશનના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરી 6 જેટલા ગેરકાયદેસર ઘાટ તોડી પાડયા હતા.
બોક્સ
આ ટીમો દ્વારા વાલા દવલાની નીતી અપનાવિ હતી. આ ટીમો દ્વારા જે ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમાં જે ગેરકાદેસર, પાઇપ લાઇન ન દ્વારા ભાદર નદીમાં પાણી છોડતા પ્રોસેસ અને સોફર ચલાવનારો ઇસમો ઉપર કોઇ જાતની કાર્યવાહી કરેલ નથી. કયાં કારણોસર નથી કરેલ તે લોકોને શંકા ઉપજાવે છે. જીપીસીપી અધિકારીઓને પુછતા તો જણાવેલ કે કાર્યવાહી ગાંધીનગરથી થાય છે. હાલ ઘણા સોફર અને પ્રોસેસ હાઉસની પાઇપ લાઇન દ્વારા પાણી નદીમાં છોડવામાં આવે છે. તે પાઇપ લાઇન જી.પી.સી.પીએ કોઇ જાતની કાર્યવાહી કરેલ નથી
બોક્સ
આજે સવારથી  મામલતદાર, પીજીવીસીએલ, પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ સહિતના તમામ વિભાગના અધિકારીઓને હાજર રાખી અગાઉ થયેલા સર્વે મુજબ ગેરકાયદેસર ૬ ઘાટ અગાઉ પણ તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ આજે 15 ઘાટ તોડી પડ્યા છે હવે ગેરકાયદેસર ઘાટ તેમજ સોફર ચલાવનાર સામે લાલઆંખ જીપીસીબી કરશે તેવું ઇન્ચાર્જ અધિકારી કે.બી.વાઘેલાએ જણાવ્યું હતું.હવે જોવાનું એ રહ્યું કે અધિકારી એ આપેલ બાહેધરી મામલે કાર્યવાહી કરવામાં આવે છે કે પછી જે ખાલી બાહેંધરી જ આપવામાં આવશે તેવા સવાલો લોકોમાંથી ઉઠવા પામ્યા છે
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220303-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *