શહેરના નવાગઢ રોડ પર આવેલ નગરપાલીકા શોપીંગ સેન્ટરમાં તુલસી સેલ્સ એજન્સી નામની પાન-બીડીની દુકાનમાં ટેબલ ના ખાનામાં રાખેલ રોકડા રૂા. રપ,૦૦૦ તેમજ સીસીટીવી કેમેરાનું મોનીટર ટીવી ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
પોલીસ ચોપડે નોંધાયેલા ગુના મુજબ જેતપુરના નવાગઢ રોડ ગુજરાત કારની સામે નગરપાલિકા શોપીંગ સેન્ટરમાં તુલસી સેલ્સ એજન્સી નામથી દુકાન ભાગીદારીમાં ધરાવતા સોપારી પાન બીડીનો છુટક ગઇ તા.31/03 ના રોજ સાંજના નવેક વાગ્યે હું તથા મારા ભાગીદાર ચેતનભાઇ ઉર્ફે ચિરાગભાઇ મોહનભાઇ બાબરીયા એમ બંને અમારી દુકાન બંધ કરી અમારા ઘરે જતા રહ્યા હતા અને ગઇ તા.01/ 04 ના રોજ સવાર ના સાતેક વાગ્યે હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા ભાગીદાર ચેતનભાઇ ઉર્ફે ચિરાગભાઇ બાબરીયાનો મારા મોબાઇલમાં કોલ આવેલ કે આપણી તુલસી સેલ્સ એજન્સી નામની દુકાનમાં ચોરી થયેલ છે હું આપણી દુકાને જાવ છું.તમે પણ તાત્કાલિક આવો તેવી વાત કરતા હું તાત્કાલિક મારી દુકાને આવતા મારી દુકાને ચેતનભાઇ ઉર્ફે ચિરાગભાઇ બાબરીયા હાજર હતા અને અમારી દુકાનનું શટર તુટેલ હતુ.અમે બંન્ને અમારી દુકાનના ટેબલના ખાના ચેક કરતા ટેબલના ખાનામાં રાખેલ ધંધાના રોકડા રૂ.25,000 મળી આવ્યા નહીં.તેમજ સીસીટીવી કેમેરાનું કંપનીનું ટીવી જોવામાં આવેલ નહી અને કોઇ ચોર ચોરી કરી લઇ ગયેલનું જણાઇ આવ્યું હતું.આથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
