Gujarat

જેતપુરના પીપળવા ગામમાં જળસંચય માટે માટી લેવાતા ચેક ડેમ તૂટી જતા વિરોધ.

સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત હાઇવે ઓથરિટીનાં જુનાગઢ હાઇવે નબર 8 માટે માટી કાઢવામાં આવી રહી છે
રાજ્ય સરકાર દ્વારા સૂજલામ્‌ સુફલામ્‌ જળસંચય યોજના અમલી બનાવાઈ છે, જે અંતર્ગત ચોમાસાની સિઝનમાં તળાવો ઊંડા હોય તો વધુ વરસાદી જળનો સંગ્રહ તળાવમાં થઈ શકે તેવો હેતું વ્યક્ત કરાયો છે, જેથી ઉનાળા દરમિયાન ગામડાઓ અને શહેરોમાં આવેલા તળાવ ઉંડા કરવામાં આવે છે. જેથી વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે એ માટે જેતપુર તાલુકાના પીપળવા ગામમાં જુનાગઢ હાઇવે ઓથરિટીનાં કોન્ટ્રાકર દ્વારા હાઇવે માટે માટી ઉપાડવાનું કામ ચાલી રહ્યું છે જેમાં માટી ઉપાડતા સમયે તળાવનો ચેક ડેમ થોડો તૂટેલ હોઈ જે આખો તુટી જતા સ્થાનિકો,ખેડૂતો ઓ વિરોધ નોંધાવ્યો હતો.
જેતપુર તાલુકાના પીપળવા ગામની હદમાં આવેલ તળાવમાંથી માટી કાપ લેવામાં આવી રહી છે. જે માટી જુનાગઢ નેશનલ હાઇવે નંબર 8 ઉપર સરકારના પરિપત્ર તેમજ મજુરી થી ચાલી રહી છે. ગોંડલ ચિચાઈ વિભાગ દ્વારા સ્વ ખર્ચે માટી ઉપાડવાની મજૂરી આપવામાં આવી છે.
હાલ આ માટી કાઢવામાં આવી રહી છે.જેની આગળ ચેકડેમ આવેલ હોઈ જે ચેકડેમ પહેલાં થોડો તૂટેલ હોઈ જેથી કોન્ટ્રાકટર દ્વારા માટી કાઢતા સમયે ચેકડેમ જે છે.તોડી પાડ્યો હોઈ જેથી અહીંના સ્થાનિક ખેડૂત આગેવાનો તેમજ માલધારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.અને વરસાદ પહેલાં ચેકડેમ બનાંવનાની માંગ કરી હતી. અને ચેકડેમ તુટી જતાં માત્ર વરસાદ આધારિત ખેતી કરનાર ખેડૂતોમાં હવે પોત્ત પોતાના ખેત પાકોની પિયત માટે ચિંતા ઉપજી છે.
પીપળવા ગામે કિશાન ક્રાંતિ સંગઠનાં આગેવાનો ખેડૂતોની ફરિયાદ બાદ દોડી આવ્યા હતા જેમાં તપાસ કરતા ચેકડેમ તોડી પાડયો હોવાનું જાણવા મળતા
કિસાન ક્રાંતિ સંગઠનના ગુજરાત સંગઠન મંત્રી વિનોદ બાબુ ગેવરીયા એ જણાવ્યું હતું કે પીપળવા નો ચેકડેમ  તોડી પડ્યા છે જેની તપાસ થવી જરૂરી
દોડી ગયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે જેતપુરના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ રાજકોટ જિલ્લા કલેકટરને લેખીતમાં જાણ કરવામાં આવી છે. જોકે જેતપુરના મામલતદારે આ વાતમાં તપાસ કરવાની ખાતરી આપી હતી.
પીપળવા દોડી ગયેલા આગેવાનોએ ખેડૂતો, પશુપાલકોને સાથે રાખીને નારા  સૂત્રોચ્ચાર કરીને ચેક ડેમની માંગ કરી હતી.
પીપળવા ગામના પશુપાલનક દેવાભાઈ ભીખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે વરસના આઠ મહિના પોતાના પશુઓને જમીનમાં ચરાવે છે.પશુઓને પીવા માટે આ ચેકડેમનો ઉપયોગ કરીએ છીએ  પોતાના પશુઓને પીવા માટે કયા જવું ?  જેવી ગંભીર ચિંતા ઉભી થઇ છે.
આ બાબતે ગોંડલ સિંચાઈ વિભાગના અધિકારી રોશન ચૌધરીનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવ્યું હતું કે હાલ જે હાઇવે માટે માટી ઉપાડવાનું કામ હાઇવે ઓથોરિટી નાં કોન્ટ્રાક્ટરને આપેલ હોય જેમની મજૂરી અત્રેની કચેરીએ થી મેળવેલ હોઈ જેમાં આ તળાવમાં ચેકડેમ પહેલેથી જ થોડો તૂટેલ હોઈ પરતું આ ચેકડેમ તૂટી ગયાની અરજી અઠવાડિયા પહેલા આવેલ હોઈ હાલ માટી કાઢવાનું કામ પત્યે કોન્ટ્રાક્ટર પાસેથી નવો ચેકડેમ બનાવવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

IMG-20220625-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *