Gujarat

જેતપુરના વાડાસડા ગામમાં જુગાર રમતા 7 ઝડપાયા

જેતપુરના વાડાસડા ગામે રહેણાંક મકાન માં ચાલતા જુગારનાં અખાડા ઉપર તાલુકા પોલીસ ત્રાટકી 7 શખસો ને રોકડ તેમજ મોબાઈલ મળી રૂ. 24 હજાર ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગતો મુજબ જેતપુરના વાડસડા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમીના મળતા તાલુકા પોલીસ મથકના સ્ટાફે વાડસડા ગામમાં રહેતો રાજદિપ ચૌહાણ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોઈ પોલીસે રેઇડ કરતા તીનપતીનો જુગાર રમતા હિતેષ રમેશભાઇ પરમાર, સુરેશ નાનુસીંગ ચૌહાણ, તુષાર દરસુખભાઇ ચાવડા, જસકુ જીલુભાઇ ભેડરડા (રહે. તમા વાડાઅડા હરેશ મનસુખભાઇ ભટ્ટ, વીરલ જેરામભાઇ મેર (રહે. બન્ને વડીયા) તથા મકાન માલીક રાજદિપ ઉર્ફે કાનો રવી ચૌહાણને રોકડા રૂા. ૧૪,૭પ૦ તથા મોબાઇલ ૪ રૂા. ૯,પ૦૦/-માં ર૪,રપ૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *