દારૂનો જથ્થો, કાર મળી રૂા. 3.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
જેતપુર તાલુકા પોલીસે ચાંપરાજપુર ગામ નજીક આવેલી કેનાલ પાસેથી કારમાં દારૂની 132 બોટલ લઇને જઇ રહેલા જેતપુરના બે શખ્સોને દબોચી લીધા હતા.
પોલીસ ચોપડે નોંધાયેલ ગુના મુજબ જેતપુર તાલુકા પોલીસના પી.આઇ. ટી.બી.જાનીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.ગાંગણા અને તેમની ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
ત્યારે સાથેના એ.એસ.આઇ.ભુરાભાઇ માલીવાડ,કોન્સ્ટેબલ પ્રદીપભાઇ આગરીયા અને ચેતનભાઇ ઠાકોરને સંયુકત બાતમી મળી હતી ચાંપરાજપુર ગામથી એકસન્ટ કાર-દારૂ પસાર થવાનો હોય જે આધારે તાલુકા પોલીસે ચાંપરાજપુર ગામે વોચ ગોઠવતા બાતમીવાળી હુન્ડાય એકસન્ટ કાર નંબર જીજે-૦૧-આરએલ-૯૯પ૮ વાળી પસાર થતા પોલીસે કારને રોકી તલાસી લેતા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૩ર મળી આવતા પોલીસે કાર ચાલક જગદીશ ઉર્ફે જગો પરેશભાઇ વાઘેલા તેમજ આશીષ છગનભાઇ વાઘેલા (રહે. બન્ને વડલી ચોક) ને દારૂનો જથ્થો કિ. રૂા. ૭૪,૪ર૪ તથા મોબાઇલ-૧ તેમજ કાર મળી કુલ રૂા. ૩,૭૭,૯ર, ના મુદામાલ સાથે બન્નેને પકડી પાડી મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને કોને અને કયાંથી દારૂ ભરી આપ્યો અને કયાં ડીલીવરી કરવાની હતી ? તે અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.
