Gujarat

જેતપુરમાં રહેણાંક મકાનમાંથી નાની-મોટી ૧૦૬ નંગ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

પોલીસે મકાનની જડતી લેતા બાથરૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કી.રૂ.૨૫.૮૦૦  બોટલો મળી આવી.
જેતપુરમાં ખોડપરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનના બાથરૂમમાં સંતાડેલ રૂ.૨૫.૮૦૦ નો દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂની નાની મોટી ૧૦૬ નંગ કબ્જે બે ઈસમો સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો
જાણવા મળતી વિગત મુજબ જેતપુર સીટી પોલીસ મથકના સ્ટાફને ચોકકસ બાતમી મળેલી કે જેતપુરમાં ખોડપરા શેરી નં ૮માં આવેલ પ્રકાશ રમેશભાઈ લાલાણીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનના બાથરૂમમાં તપાસ કરતા નાની મોટી દારૂની બોટલનં.૧૦૬  મળી આવી હતી જેમની કિંમત  કિ.૨૫.૮૦૦ સાથે  મુદ્દામાલ કબબ્જે કર્યો હતો જ્યારે આરોપી પ્રકાશને  પકડી વધુ પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો તેમનો ભાઈ જયેશ ઉર્ફે જલો રમેશભાઈ લાલાણી રહે.ગોપાવડી લઈ આવેલ હોઈ જેથી પોલીસે વેચાણ કરવાના ઈરાદે બને ભાઈઓ સામે એકબીજાની મદદગારી પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *