Gujarat

જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

જેતપુર તાલુકા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ફૂલવાડી . યોજવામાં આવ્યો સમસ્ત બ્રહ્મસમાજ વાડી ખાતે યોજવામાં આવેલ
જેતપુર શહેર તાલુકામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો જેમાં ધોરણ 1 થી 12 સુધીના બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, ફુલવાડી,  રામજી મંદિર પાસે – જેતપુર ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો  જેમાં  સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનના સંત પૂજ્ય શ્રી નીલકંઠ ચરણ સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા. તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,સમસ્ત બ્રહ્મ સમાજના ચીફ એડવાઈઝર કમલેશભાઈ પંડ્યા, મોરબીના મામલતદાર નિખિલભાઇ મહેતા,તાલુકા પીઆઇ જાની સાહેબ, હરિ ૐ વૃદ્ધાશ્રમ ના સંચાલક  જોષીબાપા, અંકુર વિદ્યાલયના સંચાલક હર્ષદભાઈ મહેતા,શહેર ભાજપના પ્રમુખ રમેશભાઈ જોગી ઉપસ્થિત રહ્યાં હતા.
  આ કાર્યક્રમને સફળ બનાવવા જીગ્નેશભાઈ જોશી,  ઉપેન્દ્રભાઈ વ્યાસ, નીતાબેન મહેતા,  કિરણબેન વ્યાસ,  મીનાબેન મહેતા, હિરેનભાઈ જોશી,  બીપીનભાઈ મિશ્રા સહિત બ્રહ્મ સમાજના કાર્યકરો જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

IMG-20220731-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *