જેતપુરના ગણેશનગરમાં અઢી માસ પહેલા થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા તસ્કર તેમજ સાગરીતની જેતપુર પોલીસે ધરપકડ કરી આગવી ઢપે પૂછપરછ કરતા જિલ્લાનાં એક ડઝન વાહન ચોરીના ભેદ ખુલ્યો છે પોલીસે ૩.૪૦ લાખના ચોરાઉ વાહનો કબજે કરી તસ્કર બેલડીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે .
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર ,જૂનાગઢ રોડ પર ગણેશનગરમાં ગત તારીખ ૩૦/૦૪/૨૨ ના રાત્રીને બંધ મકાનમાંથી બે તસ્કરો રૂા.૫૭,૦૦૦ ની રોકડ,મોબાઇલ અને પાડોશીના બાઇકની ઉઠાંતરી કરી ગયા હતા.જે ગુનામાં ઉપલેટાના રવિ રસીક સોલંકીની સંડોવણી ખુલી હતી પરંતુ આરોપી નાસતો ફરતો હતો એ દરમિયાન જેતપુર પી.આઇ. અજયસિંહ ગોહીલને મળેતી બાતમીના આધારે જેતપુર બળદેવધાર પાસેથી ચોરાઉ બાઇક સાથે ઉપલેટાના રવી રસીક સોલંકી અને તેના સાગરીત જેતપુર દેરડીધારના રવી પુના સોલંકીની ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછમાં તસ્કર બેલડીએ રાજકોટ જિલ્લામાં અલગ અલગ સ્થળેથી એક ડઝન બાઇકની ચોરી કર્યાની કબુલાત આપી હતી જેમાંથી રવી પુના સોલકીના ઘરમાંથી ૬ બાઇક અને બળદેવધાર ખાડામાં છુપાવેલ ૫ બાઇક મળી કુલ રૂા .૩,૪૦ લાખનની કિંમતના ૧૨ ચોરાઉ બાઇક કબજે કર્યા છે
પોલીસની આકરી પૂછપરછમાં રવિ રસીક સોલકી,રવિ પૂના સોલકી,મનોજ ઉર્ફે લાવલો ધીરૂ સોંલકી સહિતના શખ્સો દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાંથી છેલ્લા ત્રણ માસ દરમિયાન તમામ બાઇકની ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું પોલીસે બન્ને આરોપીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.


