વડોદરા
૧૦૦થી વધુ વર્ષથી યુવાનોને સશક્ત અને સક્ષમ બનવવાના ઉદ્દેશ્યથી જેસીઆઈ કાર્ય કરી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં જેસીઆઈ બરોડા અલકાપુરી દ્વારા વડોદરા શહેરની જાણીતી મહિલાઓ જેવી કે, ઝુમ્મા ટ્રેઈનર ઉર્વી પરવાની, એકસ રોડીઝ ભર્ગસેતુ શર્મા, ડૉ. ધારા ભટ્ટ અને લેબ ટેકનીશ્યન મહેન્દ્રિકા મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રોફેશનલ લાઈફને મહત્વ આપવાની સમાજના દરેક વર્ગના લોકો તમને માન અને સન્માન આપશે. જ્યારે ભર્ગસેતુ શર્માએ જણાવ્યું હતું કે, મારી માટે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંને જ મહત્વની છે અને બંને ને બેલેન્સ કરવા માટે હું સતત પ્રયત્નશીલ રહું છું. આ સાથે એક સૂરમાં ડૉ. ધારા ભટ્ટ અને મહેન્દ્રિકા મહેતાએ જણાવ્યું હતું કે, આપણે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં કયા સમયે કોને પ્રયોટિરી આપવાની છે તે જાેવું જાેઈએ. સમય સમય પર બંનેને સમય આપીને બંનેને બેલેન્સ કરવું જાેઈએ. આપણે સફળ મહિલાઓના ઉદાહરણ ખોટા બહાર શોધવા જઈએ છીએ. સફળ મહિલાઓ તો આપણી વચ્ચે જ છે. બસ આપણે તેમને ઓળખવાની જરૂર છે. ઉપરાંત હું એવું માનું છું કે, મહિલાઓના સન્માનથી તેઓમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જેસીઆઈ ઇન્ડીયા ઝોન ૮ ના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ રાજીતા પોસરલાએ જણાવ્યું હતું કે, જેસીઆઈ દ્વારા ટાઈમ અને મેન મેનેજમેન્ટ શિખવાળવામાં આવે છે. જે કોઈ પણ શૈક્ષણિક એકમોમાં નથી શિખવાળવામાં આવતું. આ સાથે હું જણાવીશ કે, કોમ્યુનિટી ડેવલોપમેન્ટથી જ દરેકનો વિકાસ શક્ય છે.
