*રાજુલા વિજપડી રોડ ઉપર વાવેરા ગામ પાસે સીનીયર સીટીઝન (ખેડુત)ને પોતાની ફોરવ્હીલમાં બેસાડી, ફોરવ્હીલમાંથી ઉતારતી વખતે ખમીસમાં પહેરેલ સોનાના બટન નંગ-૩ ઝુંટવી (ચીલ ઝડપ) કરી, નાસી ગયેલ અજાણ્યા ફોરવ્હીલ ચાલક સહિત ત્રણ ઇસમોને, આરોપીઓના વર્ણન આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી,ઝુંટવી લઇ ગયેલ સોનાના બટન નંગ-૩, કિ.રૂ. ૩૧,૪૮૮/-નો મુદામાલ રીકવર કરતી રાજુલા સર્વેલન્સ ટીમ*
ગઇ તા.૨૨/૦૪/૨૦૨૨ ના સાંજના આશરે સાતેક વાગ્યે રાઘવભાઇ કાળાભાઇ કાછડ ઉ.વ.૭૦, રહે. વાવેરા, રાજુલા રોડ તા.રાજુલા વાળા પોતાની વાડીએથી ઘરે જવા નીકળી વીજપડીથી રાજુલા રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી તેની પાસે આવી ઉભી રહેલ, જેમાં ડ્રાઇવર તથા તેની બાજુની સીટમાં એક અજાણ્યો માણસ તથા એક અજાણ્યો માણસ પાછળની સીટમાં સુતેલ હતો. જેમાંથી ડ્રાઇવરે જમણા કાનની બુટીમાં કડી પહેરેલ હતી તેણે “ *ચાલો દાદા હાલીને જવા કરતા મારી ગાડીમાં બેસી જાવ* ” તેમ કહી, સદર સીનીયર સીટીઝન (ખેડુત)ને પોતાની ફોરવ્હીલમાં બેસાડી, આગળ આવેલ ઇંટોના ભઠ્ઠા આગળ સીનીયર સીટીઝન (ખેડુત)ને ફોરવ્હીલમાંથી ઉતારતી વખતે તેમણે ખમીસમાં પહેરેલ સોનાના બટન નંગ-૩ કિ.રૂ. ૩૬,૦૦૦/- ના અચાનક ઝુંટવી (ચીલ ઝડપ) કરી, ધકકો મારી, ત્રણેય અજાણ્યા માણસો ફોરવ્હીલ લઇ નાસી ગયેલ. જે અંગે *રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૪૦૯/૨૦૨૨, આઇ.પી.સી. કલમ- ૩૭૯ A (૩),૧૧૪* મુજબનો ગુનો ગઇ તા.૨૧/૦૫/૨૦૨૨ ના કલાક ૧૯/૦૫ વાગ્યે રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો.
જે અંગે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્રારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા એ.એસ.આઇ. ડી.ડી.મકવાણા તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો ફરીયાદમાં જણાવેલ વર્ણન મુજબના આરોપીઓની બાતમી મેળવી, આરોપીઓેને ફરિયાદીના ઝુંટવી લઇ ગયેલ *ખમીસમાં પહેરવાના સોનાના બટન નંગ-૩, કિ.રૂ.૩૧,૪૮૮/- સાથે* ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરેલ છે.
*પકડાયેલ આરોપીઓ*(૧) રવિભાઇ શાંતિભાઇ ચૌહાણ ઉ.વ.૩૧, ધંધો.મજુરી રહે.રાજુલા, વાવેરા રોડ, તત્વ જ્યોતી તા.રાજુલા જિ.અમરેલી (૨) જયંતિભાઇ ગોરધનભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો.મજૂરી રહે.રાજુલા, વાવેરા રોડ, તત્વ જ્યોતી તા.રાજુલા
(૩) આકાશ જયંતિભાઇ સોલંકી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.હાલ રાજુલા, વાવેરા રોડ, તત્વ જ્યોતી તા.રાજુલા
જિ.અમરેલી, મુળ રહે.મહુવા, નુતન નગર, જજ સાહેબના બંગલા પાસે તા.મહુવા જિ.ભાવનગર
*પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ*આ કામના આરોપીઓ મિલ્કત સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા અને રીઢા ગુન્હેગારો હોય *ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૫૨૨૦૬૩૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૨૦(બી),૧૧૪* મુજબ ગુન્હો નોંધાયેલ છે તેમજ
આરોપી નં.(૧) ના વિરૂધ્ધમાં (૧) *રાજુલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૬૫/૧૦, આઇ.પી.સી.૩૦૨ ૩૦૭ વિગેરે મુજબ* તથા (૨) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૦૧૧૭૬ આઇ.પી.સી કલમ ૩૨૪,૫૦૪,૧૧૪ GP Act ૧૩૫ મુજબ તથા (૩) રાજુલા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૫૫૯/૨૦૨૦ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ તથા (૪) રાજુલા પો.સ્ટે. પ્રોહી ૨૨૫/૨૦૧૭, પ્રોહી કલમ ૬૫ AA મુજબ તથા (૫) રાજુલા પો.સ્ટે. પ્રોહી. ૭૫/૧૯ કલમ ૬૫ ઇ મુજબ તથા (૬) ગુ.ર.નં ૨૧૮/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(ઇ) મુજબ તથા (૭) રાજુલા પો.સ્ટે. પ્રોહી ૩૫૮/૨૦૧૯ પ્રોહી ૬૫-ઇ મુજબ તથા (૮) રાજુલા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૪૩૯/૨૦૧૯, પ્રોહી એકટ કલમ ૬૫(એ)(એ) તથા (૯) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૦૧૦૮૦, પ્રોહી કલમ ૬પ(એ)(એ) મુજબ તથા (૧૦) રાજુલા પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૯૧૮/૨૦૨૦, પ્રોહી કલમ ૬૫(ઇ) મુજબ (૧૧) રાજુલા પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૧૦૭૦૩/૨૦૨૧, પ્રોહી કલમ ૬૫(એ)(એ) મુજબ વિગેરે એકવીસ (૨૧) ગુન્હાઓ રજી. થયેલ છે.
*પકડાયેલ આરોપીઓની ગુન્હો કરવાની રીત (મોડસ ઓપરેન્ડન્સી)*આ કામના આરોપીઓ પોતાની ફોરવ્હીલ લઇ રોડ ઉપર નીકળી ચાલીને જતા લોકોને પોતાની ફોરવ્હીલમાં બેસાડી, તેમણે પહેરેલ દર દાગીના નજર ચૂકવી ચોરી કરી લઇ લેવાની તથા જો નજર ચૂકવી ચોરી ન થાય તો ફોરવ્હીલમાંથી ઉતારતી વખતે દર દાગીના ઝુંટવી આંચકી લઇ, ચીલ ઝડપ કરી, ફોરવ્હીલમાંથી ઉતારી દઇ નાસી જવાની મોડસ ઓપરેન્ડન્સી ધરાવે છે.
*સારી કામગીરી કરનાર અધિ.શ્રી તથા કર્મચારીઓ*
આ કામગીરી પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા અનાર્મ એ.એસ.આઇ. દિનેશભાઇ દયાળભાઇ મકવાણા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ. મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ. ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. પંકજભાઇ છગનભાઇ બગડા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છેરીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


