Gujarat

  ડીસા જલારામ મંદિરે વિવિધ સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓનું કરવામાં આવેલ સન્માન     

ગિરગઢડા
 ભરત ગંગદેવ
દર ગુરૂવારે ડીસા જલારામ મંદિરે સંસ્થાકીય સન્માન કરવામાં આવે છે ત્યારે ગત ગુરૂવારે સમસ્ત ઠાકોર સમાજ,સમસ્ત મોદી સમાજ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવાર,શો મીલ એસોસિએશન,સંત શ્રી લીલાશા મહારાજ સેવા ટ્રસ્ટના અગ્રણીઓ  જલારામ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા.આગેવાનો સર્વ કનુભાઈ ભરતીયા,લેંબજીભાઈ ઠાકોર,રમેશભાઈ દેલવાડીયા,રસિકજી ઠાકોર,અરજણજી ઠાકોર,પ્રકાશભાઈ ઠાકોર,રાયકરણજી ઠાકોર,ભરતભાઈ ઠાકોર,ગોવિંદજી ઠાકોર,દીલીપભાઈ ઠરિયાણી,વિજય હેમનાની,પ્રતાપભાઈ ઠકકર,સુનીલભાઈ નાઈ,લાલુભાઈ દેસાઈ,મુકેશભાઈ પંચાલ,ગોવિંદભાઈ પટેલ સહિત વિવિધ અગ્રણીઓનું જલારામ દર્શન ગ્રંથ તેમજ ફૂલછડીથી સન્માન કરવામાં આવ્યું હતું.
   આ શુભ અવસરે જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,દયારામભાઈ આર.ઠકકર,આનંદભાઈ પી.ઠક્કર,મહેશભાઈ ઉદેચા,ભગવાનભાઈ બંધુ,આર.ડી.ઠકકર,બળદેવભાઈ રાયકા,કાંતિભાઈ માળી,ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર,જયેશભાઈ દેસાઈ,કમલેશભાઈ રાચ્છ,તારાચંદભાઈ,પ્રકાશભાઈ એન.ઠકકર,સુભાષભાઈ ઠકકર,શારદાબેન આચાર્ય,હંસાબેન જીવરાણી,મીનાબેન પી.ઠક્કર,હસુભાઈ પોપટ,ભરતભાઈ ગોકલાણી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી મહેમાનોને આવકારી સન્માન કર્યું હતું.ધર્મરક્ષા,સંસ્કૃતિરક્ષા તેમજ રાષ્ટ્રરક્ષાના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં અંદાજે 500 જેટલા જલારામ ભકતોએ મહાઆરતી તેમજ જલિયાણ પ્રસાદનો લાભ લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.

IMG-20220910-WA0439.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *