જૂનાગઢ
જૂનાગઢ મહાશિવરાત્રીનાં પાંચ દિવસીય મેળાનું ખૂબ ટુંકાગાળામાં સફળતાપૂર્વક આયોજન કરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં વહીવટી તંત્રનો આભાર પૂ. ઈન્દ્રભારતી બાપુ વ્યક્ત કરેલ હતો. પૂ. ઈન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વ મેળામાં વહીવટી તંત્ર ઈન્ચાર્જ કલેક્ટર મિરાંત પરીખ, મ્યુ. કમિશ્નર રાજેશ તન્ના, જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, વન વિભાગ, કોર્પોરેશન અને વિવિધ વિભાગનાં અધિકારીઓ પોલીસ તંત્ર તેમજ રાજકીય આગેવાનો પદાધિકારીઓની કુનેહથી આ મહાશિવરાત્રીનો મેળો સુખરૂપ સંપન્ન થતાં શ્રી પંચદશનામ જુના અખાડાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર મંડળનાં પ્રમુખ પૂ. ઈન્દ્રભારતી બાપુએ તમામનો સાધુ સંતો વતી આભાર વ્યક્ત કર્યો છે અને તમામની કામગીરીને બિરદાવી હતી.
