Gujarat

તા-૨૨/૦૯/૨૦૨૨ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરિપત્ર તેમજ રીજીયોનલ  સેન્ટર અમદાવાદ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગુજરાત સરકારના પોષણ માસ અભિયાન અંતર્ગત શ્રી એમ.કે.સાવલીયા આર્ટ્સ અને શ્રી એ.વી.સવાણી સાયન્સ કોલેજ બાઢડા દ્વારા એન.એસ.એસ.વિભાગના વિધાર્થીઓ દ્વારા પોષણ માસ અંતર્ગત બાઢડા ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી કેન્દ્ર પર પોષણ માસ અભિયાનની ઉજવણી કરવામાં આવી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ઉપરોક્ત કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર પર કરવામાં આવેલ હતો. જેમાં બાઢડા સેન્ટરમાં આવેલ આંગણવાડીના સુપરવાઈઝરશ્રી શેખ શરીફાબેનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની ઉજવણી થયેલ હતી.જેમાં આંગણવાડીના નાના નાના ભૂલકાઓને પુલાવ ભાત તેમજ વઘારેલ ચણાનો પોષણયુક્ત નાસ્તો આપવામાં આવેલ હતો.આ પોષણ માસ ઉજવણીમાં સંકુલના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી વિઠ્ઠલભાઈ વાછાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ  યોજાયેલ હતો. જેમાં કેમ્પસ ડાયરેક્ટરશ્રી નીકીતાબેન કોટડીયા,કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી કાજલબેન વેકરીયા,એન.એસ.એસ. પ્રોગામ ઓફિસર હિતેશભાઈ જોષી,હરેશભાઈ બોરીસાગર (H.O.D Science Department),અધ્યાપક્શ્રીઓ, તથા વિધાર્થીઓ દ્વારા હોંશભેર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી.

IMG-20220923-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *