Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર જે.પી.હીરપરા સાહેબે રાજીનામું આપવા નિર્ણય કરતાં શહેરમાં લોકોમાં ટોક ઓફ ધ ટાઉન સમાચાર..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્ત થયેલા જે.પી.હીરપરા સાહેબે ખૂબ ટૂંકા સમયમાં રાજીનામું આપવા કેમ નિર્ણય કર્યો હશે.? જો કે હજુ થોડા દિવસ પહેલાં જ સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી સાથે એક મુલાકાતમાં કરવેરા ઝૂંબેશને વેગવાન બનાવવા પેન્ડીંગ કામોને યુધ્ધના ધોરણે નિકાલ કરવાની કામગીરી અંગે પોતે સતત મહેનત કરતા જોવા મળ્યા હતા. જો કે આમ ગણીએ તો પોતે કર્મઠ, પ્રમાણિક અને નિષ્ઠાવાન કર્મચારી તરીકેની કારકિર્દી ધરાવે છે. આવી પરિસ્થિતિમાં ખૂબ ટૂંકા ગાળામાં તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કેમ કર્યો હશે? જો કે એક ટેલીફોનીક વાતચીતમાં તેણે સ્વાસ્થ્ય સંબંધી બાબતે આ રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ લોકોમાં આ રાજીનામું આપવાના ઉડતા સમાચારે અનેક તર્ક વિતર્કો થતાં જોવા મળ્યા છે. આમ જોવા જઈએ તો પૂર્ણ કાલીન  ચીફ ઓફિસરનું સ્થાન શહેરના વિકાસલક્ષી કાર્યો તથા લોકોના નગરપાલિકા સંલગ્ન વિવિધ પ્રકારના કામોના ઝડપી નિકાલ માટે ખૂબ મહત્ત્વનું સ્થાન ગણાય એટલે શહેરના ચીફ ઓફિસરના  રાજીનામાનો નિર્ણય પણ તંત્ર માટે તો એક સારી વાત તો ન કહેવાય..જો કે આ રાજીનામાનો અર્થ પણ પોતાની ઈચ્છા એવો જ થતો હશેને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *