Gujarat

તુલશીશ્યામમાં રહેતા વૃધ્ધા મહીલા પર દિપડાનો હુમલો..

વહેલી સવારે ઘરની બહાર શૈચક્રિયા માટે નિકળ્યા ત્યારે દીપડાઓ હુમલો કરી દેતા માથાના ભાગે ગંભીર ઇજા..

ઊના – ગીરગઢડાના ગીર જંગલની મધ્યમાં આવેલ તુલસીશ્યામ પ્રસિધધ્ધ તિર્થધામ પાસે રહેતા વૃ્ધ્ધા પર દિપડાએ વહેલી સવારે હુમલો કરી દેતા વૃધ્ધાને લોહીલોહાણ હાલતમાં ઉના હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા..

તુલસીશ્યામ પાસેના રેવન્યુ વિસ્તારમાં ગૈવ શાળાની પાસે રહેતા અને મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા વૃધ્ધ મહીલા પુનીબેન કરશનભાઇ પરમાર પોતાના રહેણાક મકાનમાં રાત્રીના સુતા હતા. અને વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ શૈચક્રિયા માટે ઘરની બહાર નિકળતાની સાથેજ દિપડો આવી અચાનક હુમલો કરી દીધેલ હતો. અને વૃધ્ધા રાડોરાડ કરવા લાગતા આસપાસના લોકો જાગી જતાં દિપડો હુમલો કરી નાશી છુટ્યો હતો. દીપડાએ વૃધ્ધના માથા પર હુમલો કરી દેતા માથાના ભાગે ગંભીર રીતે ઇજા પહોચતા તેમના પરીવારજનોએ સારવાર અર્થે તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગી હોસ્પીટલે રીફર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. આ અંગેની જાણ વનવિભાગને થતાં તેમનો સ્ટાફ ઘટના સ્થળ પર તેમજ હોસ્પીટલે દોડી ગયેલ અને આ અંગેની સમગ્ર ઘટનાની મેળવી બનાવ સ્થળ પર વનવિભાગ દ્રારા ખૂંખાર દીપડાને પુરવા પાંજરૂ ગોઠવવા કાર્યવાહી હાથ ધરેલ.

તુલશીશ્યામ-તિર્થધામ-ખાતે-રહેતા-મહીલા-વૃધ્ધા-પર-દિપડાનો-હુમલો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *