દાહોદ
દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે તેઓ ઝરીબુઝર્ગ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતાં. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાંની સાથે પોલીસે ગાડીને ઉભી રાખવાનો પ્રયાસ કરતાં પોલીસને જાેઈ ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ. ૨૦૬૪ કિંમત રૂા. ૨ લાખ ૦૬ હજાર ૪૦૦ના દારૂના જથ્થો મળી આવ્યો હતો. દારૂની સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૪ લાખ ૫૬ હજાર ૯૦૦નો મુદ્દામાલ કબજે કરી ગરબાડા પોલીસે ઉપરોક્ત ફરાર ગાડીના ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ગરબાડા પોલીસે નાકાબંધી કરી હતી. તે દરમિયાન એક બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બિયરનો કુલ રૂા. ૨ લાખ ૬ હજાર ૪૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો ગાડી ઝડપી હતી. પોલીસે કુલ રૂા. ૪ લાખ ૫૬ હજાર ૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસને ચકમો આપી ગાડીનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.


