Gujarat

દાહોદના મોટા નટવામાં ૯ વર્ષના બાળકનું નદીમાં ડુબી જતા મોત

દાહોદ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે ધામણીયા ફળિયામાં રહેતા ૯ વર્ષીય લવ નગાભાઈ ડોડીયાર ગામમાં આવેલી નદીના કિનારે કુદરતી હાજત માટે ગયો હતો. જયાં નદીના કિનારા ઉપર આવેલા પથ્થર ઉપર બેસતા તેવામાં અચાનક જ તેનો પગ લપસ્યો હતો. જેથી જાેતજાેતામાં બાળક નદીના પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત નીપજયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનો તેમજ ઘટનાની જાણ પોલીસને કરાતા લોકટોળા સ્થળ પર ઊમટી પડ્યા હતા. મૃતક બાળકને નદીમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ અર્થે રવાના કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *