ઝઘડિયા
વર્ષ ૨૦૨૨ ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થાય ગઈ છે. પંજાબમાં ઐતિહાસિક જીત બાદ હવે આપ ગુજરાતમાં જીતવા માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે. ત્યારે આજરોજ આવનારી ચૂંટણી ને લઈને આમઆદમી પાર્ટી ના દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની મુલાકાતે ઝઘડીયા બીટીપી ના એમએલએ છોટુભાઈ ભાઇ વસાવા હવે બીજેપી ને ચૂંટણીમાં હંફાવવા માટે આપ-બીટીપી સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે. બીજેપી ની નીતિઓની હંમેશા વિરોધ કરતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં આપ સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા. હવે આપ અને બિટીપી ના ગઠબંધનમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેટલું નુકશાન તેમજ બન્ને પક્ષોને કેટલો ફાયદો થાય છે એ તો સમય જ બતાવશેદિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ઝઘડીયા એમએલએ છોટુ વસાવા સાથે બેઠક કરી, બીજેપી ને હંફાવવા નવા ગઠબંધનનો ગણગણાટ ગુજરાત રાજ્યની આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી ને લઈ અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે બીટીપી પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ આપ માં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને બીટીપી વચ્ચેની બેઠક નવા ગઠબંધન તેમજ રાજકીય નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે.
