Gujarat

દેડીયાપાડા પંથકમાં ફરતા ખાનગી વાહનોમાં છાપરા પર જોખમી રીતે બેસાડાતા મુસાફરો પર તંત્રની લગામ જરૂરી

પરેશ બારીયા ,નર્મદા : નર્મદા જિલ્લામાં આડેધડ ફરતા ખાનગી વાહનો માં ઘેટાં બકરાં ની જેમ ભરાતા મુસાફરો દ્વારા કમાણી કરતા વાહન માલિકો પર પોલીસની લગામ નહિ હોવાથી ક્યારેક આ મુસાફરો જીવલેણ સાબિત થાય તેમ છે
વાત કરીએ દેડીયાપાડા તરફનાં મોઝદા રોડ, માલસામોટ, કણજી વાંદરી તરફ ફરતી ખાનગી જીપોમાં અંદર અને ઉપર છાપરા પર ખીચો ખીચ મુસાફરો બેસાડી ફરતી જીપો થી માલિકો તગડી કમાણી કરતા હોય છે જોકે આ તરફ એસટી નાં રૂટ ઓછા હોવાના કારણે ખાનગી વાહનો દ્વારા લોકો પોતાના કામ પતાવવા જતા આવતા હોય છતાં આવી જોખમી મુસાફરી થતી હોય તો એ આરટીઓ અને પોલીસ ખાતા નાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું સ્પષ્ટ જણાઈ રહ્યું છે માટે આ બાબતે તંત્ર ની રોક જરૂરી બને છે.

IMG-20220804-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *