નિસાર શેખ,મહુધા
વડગામ નાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ધરપકડ નાં મામલે મહુધા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જેમાં આ પ્રસંગે માજી ધારાસભ્ય નટવર સિંહ ઠાકોર , મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ભોજાણી , મહુધા નગરપાલિકા ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ ( એડવોકેટ ) , ખેડા જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ સિકંદર ભાઈ મલેક , ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રદ્યુમન સિંહ ઠાકોર , મહુધા નગરપાલિકા કાઉન્સિલર ખિજજર ખાન પઠાણ ( એડવોકેટ ) , મહુધા નગરપાલિકા ન્યાય સમિતિ ચેરમેન કિશોર ભાઈ.ડી.હરીજન તેમજ મહુધા તાલુકાના દલિત સમાજ , કોંગ્રેસ સંગઠન તથા કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં


