Gujarat

ધોરાજી તાલુકાના સૂપેડી ગામમાં શૂન્યમાંથી સર્જન કરનાર આ ગુજરાતી મહિલાએ ખાખરાનો ગૃહ ઉદ્યોગ કરી 15 મહિલાઓને કરી પગભર,

ધોરાજીના સૂપેડી માં રહેતા મધુબેન બાણુંગરિયા એ ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે, એટલું જ નહીં તેમની સાથે આજે 15 જેટલી મહિલાઓ મધુબેને કામ કરી પગભર બની છે.  શૂન્યમાંથી શરૂઆત કરી હતી,
કહેવાય છે કે નારી તું નારાયણી, ભારતની મહિલા જરૂર પડ્યે દેશ માટે હથિયાર પણ ઉપાડી શકે છે અને જરૂર પડ્યે પગભર બની પરિવારની જવાબદારી પણ ઉપાડી શકે છે. આવી જ એક મહિલા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડીમાં રહેતા મધુબેન બાણગોરિયા, જેઓ ખાખરાનો ગૃહ ઉદ્યોગચલાવી રહ્યા છે, એટલું જ નહીં તેમની સાથે આજે 15 જેટલી મહિલાઓ કામ કરી પગભર બની છે. મધુબેન બાણગોરિયા શૂન્યમાંથી શરૂઆત કરી હતી, આજે સફળતા મેળવી છે.
ગૃહ ઉદ્યોગમાં કામ કરતી ચંદનીબેન કટારીયા નાં કહેવા પ્રમાણે મધુબેન બાણગોરિયા કારણે અમારા બાળકો તેમજ ઘરના ગુજરાન ચલાવી રહી છે તેમજ બાળકોના અભ્યાસ માટે પણ મદદ રૂપ થઈ રહી છે.તેમજ મહિલાઓએ પોતે આગળ આવું જોઈએ અને પગભર તેમજ પરિવાર માટે આર્થિક મદદ કરવી જોઈએ.
મધુબેન બાણગોરિયા કહેવા પ્રમાણે કાલાવડ ગામમાં પોતાના સગાને ત્યાં ગયા હતા ત્યારે ખાખરાના ગૃહઉદ્યોગ ની પ્રેરણા મળી અને આજે 15 જેટલી મહિલાઓ ગૃહ ઉદ્યોગ માં કામ કરી પગભર બની પરિવારને આર્થિક મદદ કરી રહી છે.મધુબેન બાણગોરિયા કહ્યું કે તેમની સફળતા પાછળ તેમના સાસુ, પતિ અને પુત્રનો હાથ છે. શરૂઆતમાં પરિવારના ત્રણ સભ્યોએ સાથે મળી કરી હતી, ધીમે ધીમે બિઝનેસ સારો ચાલવા લાગ્યો અને આજે તેમને ત્યાં 15 મહિલાઓ જોડાઈ અને આર્થિક રીતે પગભર બની છે. મધુબેને એ 7 વર્ષ પહેલા શરૂઆત કરી હતી આજે તેમના ખાખરા વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220307-200916__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *