Gujarat

ધ્રાંગધ્રાના દુદાપુર ગામે અઢી વર્ષનું બાળક બોરમાં પડી જતા તંત્રએ બાળકનો જીવ બચાયો

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામની સીમમાં આવેલી વાડીની અંદર ૫૦૦ ફૂટ ઉંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસુમને ૪૦ મિનીટમાં જ રેસ્ક્યુ કરી બચાવાયું હતુ. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટુક સમયમાં લગભગ ૪૦ મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ એનડીઆરએફની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બાળક ૩૦ ફૂટ પર સલવાયું હોવાનું જણાયુ હંતુ. ત્યારે ખૂબ ટુક સમયમાં લગભગ ૪૦ મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવીત કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ આ માસુમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો.

A-two-and-a-half-year-old-boy-fell-into-a-500-foot-hole.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *