Gujarat

ધ્રાંગધ્રામાં કંશારા સમાજ દ્વારા ઓ.બી.સીમા સમાવેશ કરવા આવેદનપત્ર પાઠવાયુ.

(આથીઁક રીતે પછાત અને માત્ર મજુરી કામ પર આધારીત કંશારા સમાજની ઓ.બી.સી સમાવેશની માંગ)
                 ધ્રાંગધ્રા: ધ્રાગધ્રા શહેરમા વસવાટ કરતા કંશારા સમાજ દ્વારા પોતાને ઓ.બી.સીમા સમાવેશ કરવા માટે લેખીત રજુવાત કરી હતી જેમા કંશારા સમાજના આગેવાનો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે જઇ છેલ્લા કેટલાય વષઁથી કંશારા સમાજ આથીઁક રીતે પછાત હોય તથા માત્ર મજુરી કામ પર પોતાનુ જીવન  નિમાઁણ ચલાવતા હોય જેથી અન્ય સમાજના માફક કંશારા સમાજને પણ ઓ.બી.સીમા સમાવેશ કરવામા આવે તેવી મામલતદાર સમક્ષ રજુવાત કરી આવેદન પત્ર પાઠવ્યું હતુ સાથે સમાજના આગેવાનો દ્વારા આ મામલે ઉચ્ચકક્ષાએ રજુવાત કરી સરકાર દ્વારા વહેલી તકે નિણઁય લેવા વિનંતી કરી હતી. જ્યારે આવેદનપત્ર પાઠવતા આગેવાન શૈલેષભાઇ કડવાણી, પ્રવીણભાઇ કરથીયા, મોહિતભાઇ કંશારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Attachments area

Screenshot_2022-01-17-19-28-29-60.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *