Gujarat

નવી પેંશન યોજના બંધ કરી જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ ઉગ્ર બની રહી છે, છોટાઉદેપુર જિલ્લામાં સંયુક્ત મોરચા દ્વારા આજે જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલી ધરણા પ્રદર્શન  કરવામાં આવ્યું,જેમાં 2000 કરતા વધુ શિક્ષકો જોડાયા હતા.

રાજ્યમાં જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ પ્રબળ બની  છે, ત્યારે આજે સંયુક્ત મોરચાના નેજા  છોટાઉદેપુર તાલુકા શાળા નં 1 મા જિલ્લાના 2000 થી વધું શિક્ષકો અને કર્મચારીઓ એકત્ર થયા હતા અને રેલી ધરણા પ્રદર્શન કર્યું હતું, બુઢાપે કી લાઠી પુરાની પેંશન ..NPS બંધ કરો..OPS લાગુ કરોના સૂત્રોચ્ચાર સાથે એક વિશાળ રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું, પ્રદર્શન કરતા શિક્ષકોનું કહેવું છે કે  અન્ય રાજ્યોમાં જો જૂની પેંશન લાગુ કરવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં…અને જ્યાં સુધી જૂની પેંશન યોજના લાગુ નહીં કરાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો થકી લડત આપતા રહીશું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220408-182037_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *