છોટા ઉદેયપુર
નસવાડી પોલીસ દ્વારા નાકાબંધી દરમિયાન વધાચ ગામેથી ઈક્કો ગાડીમાં બોનેટના અંદરના ભાગે છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ રૂ.૪,૮૫,૪૫૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજરોજ નસવાડી પીએસઆઈ સી.ડી.પટેલ પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં વહેલી સવારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમીદાર થકી બાતમી મળેલ કે એક સફેદ કલરની ઈક્કો ગાડી રજી.નં. જીજે-૩૪-એચ-૨૮૭૭માં બોનેટના અંદરના ભાગે વિદેશી દારૂ ભરીને કવાંટ તરફથી નસવાડી તરફ આવે છે. બાતમીના આધારે વધાચ ગામેથી એક સફેદ કલરની ઇક્કો ગાડી રજી.નં. જીજે-૩૪-એચ-૨૮૭૭ના ચાલક ગાડીમાં વિદેશી દારૂના હોલ રૂ.૩૦,૪૫૦/- સહિત કુલ કિંમત રૂ.૪,૮૫,૪૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

