Gujarat

 પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ફરી એકવાર જિલ્લાના પંચાયત હસ્તકના તમામ તલાટી કમ મંત્રીઓએ આવતી કાળથી હડતાળ ઉપર જવાનો નિર્ણય લીધો છે, 

રાજ્ય તલાટી મંડળના નેજા અને આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લાના તલાટીઓએ આજે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ને આવેદન પાઠવી તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આવતી કાળથી હડતાળ ઉપર ઉતરવા અંગે ની વાતથી વાકેફ કર્યા છે,ઉલ્લેખનીય છે કે 9 મહિના અગાઉ પણ તલાતી
ટીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતું જેને લઈ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન દ્વારા તેમના પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નોના નિરાકારણની બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ હતી, સરકાર અને મંત્રી મંડળ બદલાઈ ગયું અને 9 માસ વીતી જવા છતાં આજદિન સુધી તેમના જે પડતર પ્રશ્નો છે તેનું કોઈ નિરાકરણ ન આવતા આખરે ફરી રાજ્યભરના તલાટીઓ આવતી કાળથી હડતાળ ઉપર ઉતરી રહયા છે,ત્યારે છોટાઉદેપુર જિલ્લાની કુલ 343 ગ્રામ પંચાયતછે અને 143 તલાટી કમ મંત્રી છે જે તમામ હડતાળ ઉપર ઉતરશે તો ગ્રામ્ય પ્રજાની પંચાયત લક્ષી કામગીરી માં અને વિકાસના કામો ખોરંભે પડશે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220801-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *