Gujarat

પાંડુરોગ (એનિમિયા)નાં દર્દીઓના નિદાન અને સારવાર માટે નિ:શુલ્ક શિબિર

જામનગર તા.૨૨ ફેબ્રુઆરી,પાંડુ રોગના લક્ષણોમાં લોહીનાં ટકા ઓછા રહેવા, નબળાઈ અને થાક લાગવા, હાંફ ચડવી, શરીર ફિક્કું રહેવું, પગની પિંડીનો દુ:ખાવો રહેવો, હદયના ધબકારા વધી જવા વગેરે લક્ષણો જોવા મળે છે. આ પાંડુ રોગના દર્દીઓ માટે લોહીના ટકા વધે તેમજ શારીરિક ક્ષમતા વધે તે માટે આયુર્વેદ યુનિવર્સિટીના આઇ.ટી.આર. હોસ્પિટલના કાયચિકીત્સા વિભાગ દ્રારા તા.૨૩/૦૨/૨૦૨૨ થી ૨૮/૦૨/૨૦૨૨ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન ઓ.પી.ડી. નં. ૬ ખાતે નિ:શુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવશે. જેનો જાહેર જનતાને લાભ લેવા એસોસીએટ પ્રોફેસર ડો. મનદીપ ગોયલ ની યાદી દ્રારા અનુરોધ કરવામાં આવે છે.

IMG-20220221-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *