પાટણ
હારીજ તાલુકાનાં ખાખડી ગામે રહેતા જયરામજી સરતાનજી ધુડાજી ઠાકોર કે જેઓ દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે. તા. ૨૪-૬-૨૦૨૨નાં રોજ જયરામજીનાં પરિવારનાં લોકો આંગણામાં સુઇ ગયા હતા. તા. ૨૫મીનાં તેમનાં પત્ની જાગતાં તે ઘરમાં જાેવે તો ઘર ખુલ્લુ હતું અને ઘરનાં વાસણો વેરણછેરણ હાલતમાં પડેલા હતા પરિવારે ઘરમાં તપાસ કરતાં ઘરમાં પડેલા લોખંડનાં બે ટંક જાેવા મળ્યા નહોતા. આ ટંક પૈકી એક ટૂંક કપડાં અને બીજા ટૂંકમાં ર?. ૫૦ હજાર રોકડા હતા. જે પૈસા તેમનાં ગામનાં પરીમલજી ઠાકોરને જમીન ભાગે વાવવા લીધેલી તેની ઉપજના તથા તેઓ દરજીકામ કરતા હોવાથી તેનાં પૈસા હતા. જ્યારે તેમનાં દિકરા વિષ્ણુના લગ્ન કરેલ તે વખતે તેની પત્નીને આપેલા દાગીના જે તેમનો દિકરો અવસાન પામતાં જે પૈકીનાં દાગીનામાં ૫૦૦ ગ્રામ વજનનાં ચાંદીના બે કડલા કિં.રૂ. ૨૦ હજાર ૩૦ ગ્રામ વજનની પગની ઝાંઝરી નંગ-૨, જેની કિંમત રૂ. ૧૨ હજાર તથા અડધા તોલાનું સોનાનું એક કડુ જેની કિંમત રૂ. ૨૦ હજાર તથા હાંસડી કિં.રૂ. ૨૦ હજાર તથા મંગળસુત્ર રૂ. ૨ હજાર મળી કુલ રૂ. ૧ લાખ ૨૪ હજારની કોઇ ચોરી કરી ગયો હતો. જે અંગે તેમને હવે પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.હારીજ તાલુકાનાં ખાખડી ગામે અઠવાડીયા પૂર્વે એક મકાનમાંથી રૂા. ૫૦ હજારની રોકડ અને રૂા. ૭૪ હજારનાં સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ૧ લાખ ૨૪ હજાર મતાની ચોરી કરી ગયા હતા. જેની ફરિયાદ હવે નોંધાઇ છે.


