Gujarat

પાટણના બે ગામોનું દૂધસાગર ડેરીએ દૂધ લેવાના ના પાડતા કલેકટરને રજૂઆત

પાટણ
પાટણ જિલ્લાનાં નોરતા ગામની નરભેરામ મહિલા મંડળ અને વધાસર ગામની મોમાઈપુરા મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળીનુ દુધ લેવાનું બંધ કરી દેવાની બાબતને લઈને ઉપરોક્ત ગામનાં આગેવાનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવી પહોચ્યા હતા. આગોવાનોએ સુત્રોચ્ચાર સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. નોરતાં ગામની નરભેરામ મહિલા મંડળી દ્વારા દુધ સાગર ડેરીના નિયામકની ચૂંટણી પહેલાં નિમાયેલા વહીવટદારે મંડળીનાં આગેવાન પ્રત્યે પૂવૅ ગ્રહ રાખીને કોઈ પણ પ્રકારના કારણ વગર દુધ મંડળીનુ દુધ લેવાનું બંધ કર્યુ છે. જેનાં કારણે મંડળીને પોતાનું દુધના છુટકે ખાનગી ડેરીમાં વેચવાની ફરજ પડી રહી છે. મહેસાણા દુધ સાગર ડેરીને દુધ લેવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી મહેસાણા દુધ સાગર ડેરી દ્વારા આ મંડળીનું દુધ લેવામાં આવતું નથી. જ્યારે વધાસર ગામની મોમાઈપુરા મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળીનું દુધ પણ વહીવટદાર દ્વારા મહેસાણા દુધ સાગર ડેરી ન લેવાં જણાવ્યું હોવાથી આજદિન સુધી આ મંડળીનું દુધ પણ મહેસાણા દુધ સાગર ડેરી લેતી નથી. ત્યારે ઉપરોકત બન્ને મંડળીનું દુધ મહેસાણા દુધ સાગર ડેરી દ્વારા લેવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *