Gujarat

મહેસાણામાં નેશનલ લોક અદાલતમાં ૬૬૩૦ કેસોનો નિકાલ કરાયો

મહેસાણા
મહેસાણા જિલ્લામાં યોજવામાં આવશે નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્સિડન્ટ ક્લેઇમ પિટીશન સહિતના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમા લોક અદાલતમાં ૯૭ મોટર અકસ્માતના કેસોમાં વળતર કેસોનો નિકાલ કરી ૩ કરોડ ૨૦ લાખ ૫ હજાર ૫૦૦નો વડતળનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમજ નેગોશીયેબલ ચેક રિટર્નના ૧૫૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ૪૨૦ પ્રિમિટીગેશન કેસોનો નિકાલ કરી રૂ ૧ કરોડ ૨૬ લાખ ૪૧ હજાર ૩૯૭ વળતરનો હુકમ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં નેશનલ લોક અદાલતમાં પક્ષકારો અને વકીલોના સહયોગથી કુલ ૬ કરોડ ૭૩ લાખ ૫૮ હજાર ૭૦૯ સમાધાનની રકમ દ્વારા કુલ ૬૬૩૦ કેસો નિકાલ કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યુ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા કોર્ટમાં સમાધાન પાત્રો, ફોજદારી કેસો સહિતના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં કુલ ૬૬૩૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *