પાટણ
આજના યુગમાં કોઈને સહનશક્તિ રહી જ નથી. ત્યારે નાના નાની બાબતોમાં, વાતમાં લોકો ઝઘડો કરવા લાગે છે, મારામારી પર ઉતરી જાય છે ત્યારે રાધનપુરના દેવ ગામે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે બે દિવસ પહેલા સામ સામે મારામારીની ઘટના સામે સામે આવી હતી. જેમાં ૧૧ લોકો ઘાયલ થયા હતા. જેમાં ૧૦ લોકો સામે સામ સામે ફરિયાદ રાધનપુર પોલીસમાં નોંધવામાં આવી છે. પહેલા પક્ષની ફરિયાદરાધનપુર પોલીસ સ્ટેશનમાં અમરત ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, મારા નાનાભાઈએ ફોન કરી મને જણાવ્યું કે આપડા ગામના ત્રણ ઈસમો મારી સાથે ઝઘડો કરવાના ઇરાદે ટોમી જેવા હથિયાર લઈને ધસી આવ્યા છે, જેથી તું આવ. આમ હું ત્યાં જતા અમારો લાલો ઉર્ફે બલો સગરામભાઇ તેના હાથમાં લોખંડની ટોમી (સળિયો ) તથા ઠાકોર દિનેશ પાંચાભાઇ તેના હાથમાં અને લોખંડની ટામી(સળીયો ) તથા મુકેશ અમરતભાઇ ઠાકોર તેના હાથમાં લોખંડની ટામી (સળિયો)લઈને ઝઘડો કરતા હતા. જેથી હું મારા ભાઇને છોડાવવા વચ્ચે પડતા મને ઠાકોર લાલા ઉર્ફે બલો સગરામભાઇએ તેના હાથમાની ટોમી મને માથાના ભાગે મારી હતી. જ્યારે દિનેશ ઠાકોરે ટોમી મને જમણા હાથના બવડા ઉપર મારી હતી. આ દરમિયાન વાલા ઠાકોર અને મુકેશ ઠાકોરે લોખંડની ટોમી મને માથાના ભાગે મારેલી અને વધુ હોબાળો થતા ઠાકોર જગાઅમરતભાઈ લાકડી લઇ આવેલો અને મારા નાનાભાઇને કપાળના ભાગે મરેલી ત્યારબાદ ચારેય જણાઓ અમોને મા બેન સામી ગાળો બોલી હવે પછી જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. મને માથાના ભાગે ૩થી ૪ ટાંકા આવ્યા હતા. બીજા પક્ષની ફરિયાદબીજી તરફ સગરામ ઠાકોરે છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના પાર્લર પર વાલાએ પાન પડીકીનો સમાન ઉધારે લીધેલો હોય તે ઉધારના નાણાં માંગતા, નથી આપવાના તેમ કહેતા ફરિયાદીના દીકરાને લાફો મારી દીધો હતો. જેની જાણ સગરામના પુત્રએ તેમને કરતા તેઓ ઠપકો આપવા લાલાના ખેતરે ગયેલા તે સમયે ઝગડાનું સ્વરૂપ ઉગ્ર બન્યું હતું. ઝગડાના ઉગ્ર સ્વરૂપના કારણે લાલા દેવાભાઈ ઠાકોર તેના હાથમાં છરી અને અમરત દેવાભાઈ ઠાકોર તેના હાથમાં લોખંડની ટામી લઈ આવેલા અને થાય તે કરી લેજે તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ વાલા દેવાભાઈ ઠાકોરે તેના હાથમાંની છરી મને દાઢીના ભાગે મારેલી અને ઠાકોર અમરત દેવાભાઈ નાઓએ તેના હાથમાંની લોખંડની ટોમી મારા દીકરા લાલાને માથાના મારી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે .


