Gujarat

પાટણમાં નગરપાલિકા વિરુદ્ધ હંમેશા આક્ષેપ કરનાર ડો. નરેશ દવેએ ભાજપનો જ ખેસ ધારણ કર્યો

પાટણ
પાટણ નગરપાલિકા વિરુદ્ધ હંમેશા આક્ષેપ કરનાર ડો. નરેશ દવેએ ભાજપનો ખેસ ધારણ કરવાની બાબત પાલિકામાં ટોક ઓફ ધ ટાઉન બન છે. પાટણ નગરપાલિકાના અપક્ષના કોર્પોરેટર ડો. નરેશ દવે દ્વારા પાલિકાની ભાજપ શાસિત નગરપાલિકા સામે ભષ્ટ્રાચારનાં આક્ષેપો સહિત અણધડ વહીવટ બાબતે અનેક વખત મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાળ રજૂ કરી ભાજપ શાસિત નગરપાલિકાને આડેહાથ લીધી હતી. ત્યારે અપક્ષના કોર્પોરેટર ડો. નરેશ દવે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો ધારણ કરતાં પાટણના પ્રબુધ્ધ નગરજનો આવાક બન્યા છે. એક સમયે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા સામે સતત આક્ષેપો કરનાર અપક્ષ કોર્પોરેટર ડો.નરેશ દવેએ વિધીવત ભાજપનો ભગવો ધારણ કરતાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેઓને પાર્ટીમાં આવકારી શુભેચ્છા પાઠવી હતી.
ભાજપ શાસિત નગરપાલિકની બેદરકારી અને અણઆવડત સામે પ્રશ્નો કરતા અને અનઅધિકૃત દબાણ કરતા લોકોને ભાજપશાસિત પાલિકા તંત્ર છાવરતી હોવાના આક્ષેપ કરનાર અપક્ષ કોર્પોરેટર ડો.નરેશ દવે ભાજપમાં જાેડાતાં તરહ તરહની ચચૉઓ નગરપાલિકાના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

Dr.-Naresh-Dave-wore-the-BJPs-scarf.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *