છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ખાતે આવેલ હઝરત જલ્લદ નવાઝ બાવા ની દરગાહ પર ઉર્સ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખંભાત ખાતે થી પિરઝાદા મુબ્બીન બાવા તથા તેઓના પુત્ર મુબ્બશીર બાવા અને ફરીદબાવા વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
કાર્યક્રમ માં ગામ ના સરપંચ ઈન્દ્રસિહ ભાઇ રાઠવા ઉપ સરપંચ રમિઝભાઈ મકરાણી , તાલુકા પંચાયત સદસ્ય અંબુભાઈ વણકર તથા પાનવડ ગામ ના આગેવાનો હેમંત જોશી, અંકિતભાઈ શાહ, દુષ્યંતભાઇ શાહ સહિત ગામ ના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એખલાસ નું વાતાવરણ બનાવ્યું હતું.
ઉર્સ તથા મહેફિલે સમા કાર્યક્રમ નું સફળ આયોજન પાનવડ મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઈસ્માઈલ સહિત સમગ્ર પાનવડ મુસ્લિમ સમાજ દ્વારા કરાયું હતું, હઝરત જલ્લદ નવાઝ બાવા ની દરગાહ પર ચાદર ચડાવી સમગ્ર માનવ સમુદાય ની તંદુરસ્તી તથા સુલેહ શાંતિ માટે કામના કરવામાં આવી હતી તેમ પાનવડ ગામ ના રહીશ રફીકભાઇ સોનીએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


