Gujarat

પાલનપુર હાઈવે પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડતી અમીરગઢ પોલીસ

પાલનપુર
અમીરગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફે ટોયોટા ઇટીઓસ ગાડી રાજસ્થાન દારૂ ભરીને ગુજરાત તરફ આવવાની છે, જેવી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન આબુ-પાલનપુર હાઈવે પરથી જીજે.૦૮.સીસી.૨૮૨૫ નંબરની કારનો પીછો કર્યો હતો. તેમજ દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી. ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ ૧૬૮ બોટલ જેની કિંમત રૂ. ૩૮ હજાર ૮૨૦ સહિત કુલ રૂપિયા ૨ લાખ ૮૮ હજાર ૮૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયો હોવાથી તેના વિરૂદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી દારૂ ભરેલી ટોયોટા ઇટીઓસ ગાડી બાતમીના આધારે ઝડપી પાડી હતી. અમીરગઢ પોલીસે કુલ રૂ. ૨.૮૮ લાખનો મુદ્દામાલ કબજે લઇ ગાડી ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2.88-lakh-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *