Gujarat

પાલનપુરના માધુપુરા રોડ પરથી બાઇક ચોર ઝડપાયો

બનાસકાંઠા
પાલનપુરના માધુપુરા રોડ પરથી પાલનપુર શહેર પોલીસે એક બાઈક ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસે બાઈક સાથે ઈસમને ઝડપી પાડી ઈસમ પૂછપરછ કરતા ઈસમ જાેડેથી વધુ ૯ બાઈકો ચોરીની વિગતો મળી આવી હતી. પોલીસે મહેશ ચૌધરી નામના શખ્સની અટકાયત કરી ૨ લાખ ૨૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે આગળની તપાસ હાથ ધરી છે, પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે તારીખ ૨૪ જૂનના એક હીરો પેસન પ્રો નંબર પ્લેટ વગરા બાઇક સાથે પાલનપુર-માધુપુરા રોડ તરફથી આઈ.ટી.આઈ ડેરી રોડ તરફ આવતા શખ્સને પોલીસે ઝડપ્યો હતો. પાલનપુર શહેર પોલીસે તપાસ કરતાં આરોપી પાસેથી અલગ-અલગ કુલ નવ બાઇકની ચોરીની વિગત મળી આવી હતી. પાલનપુર શહેર પૂર્વ પોલીસે નવ બાઈક કબ્જે લઇ કુલ ૨ લાખ ૨૦ હજાર મુદ્દામાલ જપ્ત કરી મહેશભાઈ ચૌધરીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Bike-thief-caught.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *