Gujarat

પાલનપુરની ગણેશપુરાની સોસાયટીમાં ચોરોએ એક યુવાન પર હુમલો કરતા ફરિયાદ

પાલનપુર
બનાસ ડેરીમાંથી નિવૃત્ત થયેલા પ્રેયસ મજુમદાર અમદાવાદ રહે છે જેમનું પાલનપુરમાં ગણેશપુરા વૃંદાવન સોસાયટીના મકાન આવેલું છે જ્યાં ૭ તારીખે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ દરવાજાનું તાળુ તોડી તિજાેરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તિજાેરી ન ખુલતા ભાગવા જતા પાડોશમાં રહેતા ગૌતમ પ્રજાપતિએ તેમને પડકાર્યા હતા જેથી ચોરોએ ગૌતમભાઈ ના કપાળ ઉપર હુમલો કર્યો હતો અને લોહી-લોહાણ કર્યા હતા આથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા મકાન માલિક પ્રેયસ મજુમદારે આ અંગે પૂર્વ પોલીસ મથકે અરજી આપી કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.પાલનપુરના ગણેશપુરા વિસ્તારના વૃંદાવન સોસાયટીમાં બંધ ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો.ચોરોને પડકારતા સ્થાનિક યુવક પર ચોરોએ હથિયાર વડે હુમલો કરીને ઘાયલ કરી દીધો હતો, ઘાયલને સારવાર માટે ખસેડાયો છે સમગ્ર મામલે મકાન માલિકે પૂર્વ પોલીસને જાણ કરી છે.

The-infiltrated-smugglers-attacked-the-young-man.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *